દેશભરમાં બેંકોમાં 28-30 સપ્ટેમ્બર હડતાળ
દેશભરમાં બેંકોમાં 28-30 સપ્ટેમ્બર હડતાળ
Published on: 25th September, 2026

દેશભરની પબ્લિક સેક્ટર બૅન્કના કર્મચારીઓ 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ પર જશે. તેમની મુખ્ય માંગ પાંચ દિવસના કામકાજના સપ્તાહ (Five-Day Banking Week)ની છે, જેને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી. યુનાઈટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ચેતવણી આપી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો 26 ઓક્ટોબરથી અનિશ્ચિત સમય માટે હડતાળ શરૂ કરાશે. હાલમાં બૅન્કો મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે, જ્યારે યુનિયનો ઈચ્છે છે કે હવે દરેક શનિવારે રજા રહે.