જૈન સમાજના આગેવાનોએ ફડણવીસને મળી  વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અનુરોધ કર્યો.
જૈન સમાજના આગેવાનોએ ફડણવીસને મળી વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અનુરોધ કર્યો.
Published on: 17th June, 2026

મુંબઈમાં રસ્તાઓ પર દોરાયેલા સફેદ પટ્ટાઓના વિવાદ અંગે જૈન સમાજના ચારેય ફિરકાના આગેવાનો અને સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળીને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી. આવેદનપત્રમાં જણાવાયું કે આ પગલું ધાર્મિક પરંપરા અને આસ્થાને ધ્યાનમાં રાખીને લેવાયું હતું, કોઈ વિવાદ ઊભો કરવા માટે નહીં. સમાજ અહિંસા, શાંતિ અને સહઅસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે, છતાં ભ્રામક માહિતીથી લાગણીઓને ઠેસ પહોંચી છે. પ્રતિનિધિમંડળે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ અને ધાર્મિક સંવેદનાઓને ધ્યાનમાં રાખીને ઉકેલની માગણી કરી.