હાઈકોર્ટની મોટી રાહત: TMCના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ખુલશે
હાઈકોર્ટની મોટી રાહત: TMCના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ખુલશે
Published on: 09th July, 2026

કલકત્તા હાઇકોર્ટે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને રાહત આપતા રોજિંદા ખર્ચ માટે તેના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે. જોકે, પાર્ટીએ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ અધિકારીની કડક દેખરેખ હેઠળ જ આ એકાઉન્ટ્સ વાપરવા પડશે. અદાલતે પોલીસ દ્વારા ઉતાવળમાં કરવામાં આવેલી કાર્યવાહી અને અપૂરતા પુરાવા પર સવાલો ઉઠાવ્યા છે. ₹440 કરોડની બેલેન્સ ધરાવતા આ બેંક ખાતાઓ કથિત ફંડ મામલે EDની તપાસ હેઠળ હતા, જે વિધાનસભા ચૂંટણી બાદ TMCમાં પડેલી ફૂટ સાથે સંકળાયેલા છે.