આણંદ જિલ્લા પંચાયતની કરોડોની સરકારી પડતર મિલકતોના આંકડા જાહેર ન થતાં ચકચાર
આણંદ જિલ્લા પંચાયતની કરોડોની સરકારી પડતર મિલકતોના આંકડા જાહેર ન થતાં ચકચાર
Published on: 27th May, 2026

આણંદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ વહીવટીતંત્રની બેદરકારી સામે આવી છે. ગુજરાત સરકારના આદેશ છતાં, આણંદ જિલ્લા પંચાયત દ્વારા કરોડોની સરકારી પડતર મિલકતો, જેમ કે જમીનો, ક્વાટર્સ, ઓફિસ અને ગોડાઉનના આંકડા સત્તાવાર રીતે જાહેર કરાયા નથી. આ વિગતો દબાવી રાખવા પાછળ District Development Officer (DDO) શંકાના દાયરામાં આવ્યા છે. જાગૃત નાગરિકોના મતે, આ સરકારી માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન છે અને શંકાસ્પદ કામગીરીનો સંકેત આપે છે. આ મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી ઉઠી રહી છે.