8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં કેટલો વધારો થશે?
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં કેટલો વધારો થશે?
Published on: 30th September, 2026

8th Pay Commission અંગે સરકાર દ્વારા પ્રક્રિયાઓ ઝડપી બનાવવામાં આવી છે. ઓક્ટોબરમાં આયોગની બેઠકો યોજાશે, જેમાં કર્મચારી સંઘો, પેન્શનર્સ અને અન્ય હિતધારકો સાથે ચર્ચા થશે. 7મા પગાર પંચની જેમ જો 8મા પગાર પંચમાં પણ ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર (દા.ત., 2.57) લાગુ થાય, તો 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે. આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને લાભ મળશે. કર્મચારીઓ ₹18,000 બેઝિક સેલરી પર 2.57ના ફિટમેન્ટ ફેક્ટર મુજબ ₹46,260 સુધીનો પગાર વધારો અપેક્ષા રાખી રહ્યા છે. આનાથી વિવિધ લેવલના કર્મચારીઓના મૂળ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.