હોઠ જેવા દેખાતા આ દુર્લભ ફૂલનું રહસ્ય!
હોઠ જેવા દેખાતા આ દુર્લભ ફૂલનું રહસ્ય!
Published on: 01st August, 2026

મધ્ય અને દક્ષિણ અમેરિકાના ગાઢ વરસાદી જંગલોમાં ખીલતું ‘હૂકર્સ લિપ્સ’ (Hooker’s Lips) એક દુર્લભ ફૂલ છે. તેની લાલ રંગની રચના માનવના હોઠ જેવી દેખાય છે. જોકે, આ "હોઠ" વાસ્તવમાં ફૂલ નથી, પરંતુ પરાગસંચય કરનારા જીવજંતુઓને આકર્ષવા માટે બનેલી રંગીન બ્રેક્ટ્સ (Bracts) છે. થોડા સમય બાદ તેની અંદરથી નાનું સફેદ ફૂલ ખીલે છે. આ અનોખી રચના ટૂંકા ગાળા માટે જ જોવા મળતી હોવાથી તેને જોવી અત્યંત દુર્લભ છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ Palicourea elata છે.