ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી હવે ફરજિયાત
ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી હવે ફરજિયાત
Published on: 14th July, 2026

CBSE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9 માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે 'ત્રીજી ભાષા' (Third Language) નું આંતરિક મૂલ્યાંકન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્ર 2027-28 થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ પાસ સર્ટિફિકેટ મેળવવા માટે શાળા કક્ષાએ લેવાતી આ ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે. આ મુખ્ય બોર્ડ પરીક્ષા નહીં હોય, પરંતુ શાળા દ્વારા લેવાતા Internal Assessment માં પાસ થવું ક્વોલિફાઇંગ સબ્જેક્ટ તરીકે ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી નાપાસ થશે, તો શાળાએ તેની ફરીથી પરીક્ષા લેવી પડશે.