પ્લેટફોર્મ પર પાર્ક ટ્રેનોના દરવાજા-બારીઓ કેમ લોક હોય છે?
પ્લેટફોર્મ પર પાર્ક ટ્રેનોના દરવાજા-બારીઓ કેમ લોક હોય છે?
Published on: 21st August, 2026

ભારતીય રેલવે દ્વારા સ્ટેશન પર પાર્ક રહેલી ટ્રેનોના દરવાજા અને બારીઓ સુરક્ષા કારણોસર લોક કરવામાં આવે છે. અનધિકૃત પ્રવેશ અટકાવવા, મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અને તોડફોડ જેવી ઘટનાઓ રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડના નિર્દેશ મુજબ, યાર્ડ અને પ્લેટફોર્મ પર ઉભી ટ્રેનના કોચ લોક રાખવા જરૂરી છે. જાળવણી દરમિયાન પણ નિયમિત નિરીક્ષણ કરાય છે. આ વ્યવસ્થા વર્ષ 2025માં લાગુ કરાઈ હતી, જે કોચની સુરક્ષા વધારે છે. ટ્રેનને યાર્ડ અને પ્લેટફોર્મ પર પાર્ક કરતી વખતે કોચને લોક કરવા અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), મિકેનિકલ અને ઓપરેટિંગ સ્ટાફ દ્વારા સંયુક્ત ચેકિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.