અધિકૃત આધાર કેન્દ્રોના સરનામાં હવે Google Maps એપમાં ઉપલબ્ધ થશે, જે આધારકાર્ડ ધારકો માટે સરળતા લાવશે.
અધિકૃત આધાર કેન્દ્રોના સરનામાં હવે Google Maps એપમાં ઉપલબ્ધ થશે, જે આધારકાર્ડ ધારકો માટે સરળતા લાવશે.
Published on: 04th March, 2026

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ Google સાથે મળીને આધારકાર્ડ સંબંધિત મુશ્કેલીઓ ઘટાડવા માટે પહેલ કરી છે. હવે આધારકાર્ડમાં ફેરફાર માટે અધિકૃત કેન્દ્રોના સરનામાં Google Maps પર સરળતાથી મળી જશે. આનાથી લોકોને આધાર કેન્દ્રો શોધવામાં સરળતા રહેશે અને સમય બચશે. આ સુવિધાથી આધાર અપડેટની પ્રક્રિયા સરળ બનશે.