ઈરાને શરતો મૂકતાં ટ્રમ્પ તાબડતોબ વ્હાઈટ હાઉસ પાછા ફર્યા
ઈરાને શરતો મૂકતાં ટ્રમ્પ તાબડતોબ વ્હાઈટ હાઉસ પાછા ફર્યા
Published on: 21st September, 2026

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે, ઈરાને કતાર અને પાકિસ્તાન મારફત સાત કઠોર શરતો મૂકી અમેરિકા સાથે વાટાઘાટોની તૈયારી દર્શાવી છે. આ સમાચાર મળતાં જ રજાઓ ગાળી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તાબડતોબ વ્હાઈટ હાઉસ પરત ફર્યા. ઈરાનના સચિવ મોહસીન રેઝાઈએ જણાવ્યું કે અમેરિકાએ યુદ્ધ બંધ કરવું, નાકાબંધી ઉઠાવવી અને જપ્ત કરાયેલું ભંડોળ મુક્ત કરવું પડશે. આ સાથે, ઈરાન સમર્થિત હુથીઓએ સાઉદી અરબ પર મિસાઈલ હુમલાનો દાવો કર્યો છે.