અમેરિકાના હુમલા બાદ ઈરાનનો જવાબી પ્રહાર
અમેરિકાના હુમલા બાદ ઈરાનનો જવાબી પ્રહાર
Published on: 15th July, 2026

અમેરિકાએ ઈરાનના સૈન્ય મથકો પર સતત ચોથી રાત્રે હવાઈ હુમલા કર્યા બાદ ઈરાનની IRGCએ જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. અઝરાક, શેખ ઈસા અને અલી અલ સલેમ એર બેઝ પર ડ્રોન-મિસાઈલ હુમલા કરાયા હતા. કુવૈતે કેટલાક હુમલા નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાથી મધ્ય-પૂર્વમાં તણાવ વધ્યો છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર સંકટની ચિંતા વધી છે.