યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળો
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળો
Published on: 24th September, 2026

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. એક સ્લીપર બસમાં અચાનક આગ લાગતાં 9 મુસાફરોના મોત થયા છે. જ્યારે, કેટલાક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસમાંથી નીચે કૂદી માર્યો હતો. આ ભયાનક ઘટના જેવર પાસે બની હતી. આશરે 40-50 મુસાફરો બસમાં સવાર હતા. આગ લાગતાં જ બસમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. કેટલાક મુસાફરો હજુ પણ બસની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો આદેશ આપ્યો છે.