રોંગ સાઈડ ડ્રાઈવિંગ: નિર્દોષોના જીવ જોખમમાં, કડક કાર્યવાહીની જરૂર
રોંગ સાઈડ ડ્રાઈવિંગ: નિર્દોષોના જીવ જોખમમાં, કડક કાર્યવાહીની જરૂર
Published on: 09th September, 2026

રોંગ સાઈડ ડ્રાઈવિંગને કારણે થતા માર્ગ અકસ્માતોમાં હજારો નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ટૂંકા રસ્તા માટે અવિચારી રીતે વાહન ચલાવનારાઓ પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકે છે. 2023માં જ આવા 25,242 અકસ્માતો થયા, જેમાં 9,432 લોકો મૃત્યુ પામ્યા. માત્ર દંડ પૂરતો નથી, કડક કાનૂની કાર્યવાહી, જેલસજા અને વાહન જપ્તી જેવી જોગવાઈઓ થવી જોઈએ. જનજાગૃતિ અભિયાન સાથે ટ્રાફિક પોલીસની અસરકારક દેખરેખ અને CCTV કેમેરા પણ અનિવાર્ય છે, જેથી ‘લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે’ આવા રોડ માફિયાઓ પર નિયંત્રણ લાવી શકાય.