રાખડી બાંધી પરત ફરતી મહિલાનું પીકઅપ વાહન હેઠળ મોત
રાખડી બાંધી પરત ફરતી મહિલાનું પીકઅપ વાહન હેઠળ મોત
Published on: 30th August, 2026

ઉમરાળા તાલુકાના દડવા ગામ પાસે ભાઈને રાખડી બાંધી પરત ફરી રહેલી સેજલબેન (નામ બદલ્યું છે) ને બોલેરો પીકઅપ વાહને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં સેજલબેનનું માથામાં ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું છે. તેમની સાથે રિક્ષામાં સવાર બે બાળકો સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજા પહોંચી છે. પીકઅપ વાહનનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.