મુંબઈમાં એક જ રાતમાં બે મોટી દુર્ઘટના!
મુંબઈમાં એક જ રાતમાં બે મોટી દુર્ઘટના!
Published on: 12th August, 2026

મુંબઈમાં મંગળવારની મોડી રાત્રે અને બુધવારની વહેલી સવારે બે ગંભીર ઘટનાઓ બની. વિલે પાર્લેની એક રહેણાંક ઇમારતના 11મા માળે આગ લાગવાથી અઢી વર્ષના બાળક અને 23 વર્ષીય યુવતીનું મોત થયું. જ્યારે કુર્લાના ચિરાગ નગરમાં ભૂસ્ખલન થતાં કેટલાક ઝૂંપડા કાટમાળ નીચે દબાયા. બંને ઘટનાઓમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. આ દુર્ઘટનાઓએ શહેરી સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.