ટાઈગર શ્રોફ કેસ: નેપાળ ભાગી રહેલા શૂટર્સને કોટા પોલીસે 15 મિનિટમાં ટ્રેનમાંથી ઝડપી પાડ્યા
મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ કરનાર ત્રણ આરોપીઓને રાજસ્થાનના કોટામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ કોટા પોલીસે માત્ર 15 મિનિટમાં ટ્રેનમાંથી તેમને દબોચી લીધા હતા. આ આરોપીઓ દિલ્હીના રસ્તે નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. ઝડપાયેલા આરોપીઓમાં રેહાન, હૃતિક કુર્મી અને એક સગીરનો સમાવેશ થાય છે.
