માર્કો રુબિયો: "US અને ભારત દ્વિપક્ષીય વેપાર કરારની નજીક, ટૂંક સમયમાં જાહેરાત"
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું છે કે અમેરિકા અને ભારત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે અને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. રુબિયોની ભારત મુલાકાત દરમિયાન ઊર્જા અને વેપાર સંબંધો મુખ્ય ચર્ચાનો વિષય રહેશે. આ નિવેદન રશિયન તેલની ખરીદી પર પ્રતિબંધોમાં છૂટછાટના નિર્ણય બાદ આવ્યું છે.
