મુંબઈના વસઈ-વિરાર સિટી બસોની હડતાળ
મુંબઈના વસઈ-વિરાર સિટી બસોની હડતાળ
Published on: 12th August, 2026

વસઈ-વિરાર મહાનગરપાલિકાના ડ્રાઇવરો, કંડક્ટરો અને અન્ય કર્મચારીઓએ સમયસર પગાર, પગાર વધારો અને અન્ય પડતર માગણીઓને લઈને અચાનક હડતાળ કરી છે. જેના કારણે સિટી બસ સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં ૬૦ થી ૬૫ હજાર પ્રવાસીઓ ઉપયોગ કરતી આ સેવા બંધ રહેતાં હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે. વૈકલ્પિક પરિવહન માટે રિક્ષા અને ખાનગી વાહનોમાં ભારે ભીડ અને મોં માગ્યા ભાડા જોવા મળ્યા છે, જેના કારણે લોકોને આર્થિક બોજ સહન કરવો પડ્યો છે અને સમયસર નોકરી-ધંધા પર પહોંચવામાં વિલંબ થયો છે.