મુખ્યમંત્રીએ સિદ્ધિવિનાયક મંદિરના માસ્ટર પ્લાનનો શિલાન્યાસ કર્યો.
મુખ્યમંત્રીએ સિદ્ધિવિનાયક મંદિરના માસ્ટર પ્લાનનો શિલાન્યાસ કર્યો.
Published on: 27th May, 2026

મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનો ટૂંક સમયમાં ભવ્ય કાયાપલટ કરવામાં આવશે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કર્યો, જેનાથી મંદિર પરિસર વધુ આધુનિક, સુરક્ષિત અને ભક્તો માટે સુલભ બનશે. નવા માસ્ટર પ્લાનમાં ભીડ વ્યવસ્થાપન, આરામ વ્યવસ્થા, અત્યાધુનિક સુરક્ષા પ્રણાલી અને માળખાગત સુવિધાઓમાં સુધારો સામેલ છે. આ વિકાસકાર્ય પૂર્ણ થયા બાદ સિદ્ધિવિનાયક મંદિર આધુનિક વ્યવસ્થાનું ઉદાહરણ બનશે અને વિશ્વ કક્ષાનો દેખાવ પ્રાપ્ત કરશે.