તમિલનાડુ: શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત
Published on: 01st July, 2025
તમિલનાડુના શિવકાશીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 6 લોકોના મોત થયા છે અને ઘણા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. કર્મચારીઓ ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં રસાયણો સાથે કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. વિસ્ફોટ એટલો મોટો હતો કે અવાજ 1 કિલોમીટર સુધી સંભળાયો. ઈજાગ્રસ્તોને શિવકાશી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચીને બચાવ કામગીરી કરી રહી છે. સોમવારે તેલંગણાના સાંગારેડ્ડીમાં પણ ફાર્મા પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો જેમાં 34 લોકોના મોત થયા હતા.

Published at: July 01, 2025
Read More at સંદેશ