ગટર સફાઈમાં થતા મોત: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
ગટર સફાઈમાં થતા મોત: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
Published on: 27th July, 2026

ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન સફાઈ કામદારોના સતત થઈ રહેલા મોત અંગે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવોને શો-કોઝ નોટિસ પાઠવી, અદાલતી અવમાનનાની કાર્યવાહી શા માટે ન થાય તે અંગે ખુલાસો પૂછ્યો છે. ડો. બલરામ સિંહની PIL પર સુનાવણી કરતા આ નિર્દેશ અપાયો. ઓક્ટોબર 2023માં વળતર 30 લાખ કર્યું અને જાન્યુઆરી 2025માં 6 મેટ્રોપોલિટન શહેરોમાં Manual Scavenging પર પ્રતિબંધ મૂક્યો હતો. કડક આદેશો છતાં 2024માં 54 અને 2025માં 46 મોત નોંધાયા છે. કોર્ટે 4 અઠવાડિયામાં એફિડેવિટ દ્વારા જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.