દિલ્હીમાં વધુ એક આંદોલન!
દિલ્હીમાં વધુ એક આંદોલન!
Published on: 27th July, 2026

દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનો E20 Fuel (ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ના ફરજિયાત ઉપયોગ સામે વિરોધ પ્રદર્શિત કરવા તૈયાર છે. આ સંગઠનો 4 ઓગસ્ટે સંસદ ભવન તરફ માર્ચ યોજી આ નીતિ પાછી ખેંચવાની માંગ કરશે. તેમનું કહેવું છે કે આ ઇંધણથી વાહનોના એન્જિનને નુકસાન થાય છે અને માઇલેજ ઘટે છે. તેઓ સરકાર દ્વારા ગ્રાહકો પર E20 ફ્યુઅલ જબરદસ્તીથી લાદવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરે છે અને સામાન્ય પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ આપવાની માંગ કરી રહ્યા છે.