INS માંગરોળ સબમરીન યુદ્ધનૌકા ભારતીય નૌકાદળમાં સોમવારે સામેલ થશે
INS માંગરોળ સબમરીન યુદ્ધનૌકા ભારતીય નૌકાદળમાં સોમવારે સામેલ થશે
Published on: 12th October, 2026

કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) INS માંગરોળ, મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ થશે. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સાયન આ સમારોહની અધ્યક્ષતા કરશે. ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના નામ પરથી પ્રેરિત આ જહાજ, 80% થી વધુ સ્વદેશી સામગ્રીથી બનેલું છે અને 'મેક ઇન ઇન્ડિયા' તથા 'આત્મનિર્ભર ભારત' પહેલને પ્રતિબિંબિત કરે છે. આધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ આ જહાજ દરિયાકાંઠાના પાણીમાં સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવશે.