જવાનની માતાના હાથ કપાયા, ન્યાય માટે 50 જવાનો કમિશનર ઓફિસ પહોંચ્યા.
જવાનની માતાના હાથ કપાયા, ન્યાય માટે 50 જવાનો કમિશનર ઓફિસ પહોંચ્યા.
Published on: 25th May, 2026

કાનપુરમાં ડોક્ટરોની બેદરકારીથી ITBPના જવાન વિકાસસિંહની માતા નિર્મલા દેવીનો હાથ શ્વાસની તકલીફની સારવાર દરમિયાન કાપવો પડ્યો. ફરિયાદ છતાં પોલીસ કાર્યવાહી ન થતાં, 50થી વધુ ITBP જવાનો હથિયારો સાથે કમિશનર ઓફિસ પહોંચ્યા. જવાન વિકાસસિંહ માતાને કૃષ્ણા હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ઇન્જેક્શનથી હાથમાં ઇન્ફેક્શન ફેલાયું. બાદમાં અન્ય હોસ્પિટલમાં હાથ કાપવાની સલાહ મળી. આખરે પોલીસે આરોપી ડોક્ટરો સામે તપાસ ટીમની રચના કરી.