કરન્સી નોટસની માંગ વધતા પોલિમર નોટસ પ્રિન્ટ કરવા રિઝર્વ બેન્કની વિચારણા
કરન્સી નોટસની માંગ વધતા પોલિમર નોટસ પ્રિન્ટ કરવા રિઝર્વ બેન્કની વિચારણા
Published on: 30th May, 2026

છેલ્લા કેટલાક વર્ષથી કરન્સી નોટસની માગમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ પોલિમર બેન્કનોટસ પ્રિન્ટ કરવાનો વિચાર ફરી પાછો ઊભો કર્યો છે.  રિઝર્વ બેન્કની છેલ્લી બે બોર્ડ મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. પોલિમર બેન્ક નોટસ છાપવા પાછળ ઓછા ખર્ચ તથા તેના લાંબા સમય સુધીના ટકાઉપણાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક આવા પ્રકારની ચલણીનોટસને સર્ક્યુલેશનમાં મૂકવા ઈરાદો ધરાવે છે. આ અંગેનો પ્રાથમિક પ્રોજેકટ ટૂંક સમયમાં જાહેર થવાની વકી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. એટીએમમાંથી પણ આ નોટસ નીકળી શકશે માટે રિઝર્વ બેન્ક હવે તેમાં આગળ વધવા માગે છે.