રાહુલ ગાંધીનો PM અને શિક્ષણ મંત્રી પર NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા અંગે આરોપ.
રાહુલ ગાંધીએ NEET, CBSE Class 12 અને ધોરણ 9 ના ત્રિ-ભાષા ફોર્મ્યુલા પર PM મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર નિશાન સાધ્યું. NEET પેપર લીક, CBSE ના ખામીયુક્ત માર્કિંગ અને નવા ભાષા નિયમથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બન્યાનો આરોપ. તેમણે શિક્ષણ મંત્રાલયને ‘આપત્તિઓનો વિભાગ’ ગણાવ્યો અને #SackPradhan અભિયાનનું સમર્થન કર્યું.
રાહુલ ગાંધીનો PM અને શિક્ષણ મંત્રી પર NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા અંગે આરોપ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC, JIO UPSC ભવન અને સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર દ્વારા IAS-IPS બનવાનું વિદ્યાર્થીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અહી નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે, જેમાં રુ. 1000 થી 8000 સુધીની રિફંડેબલ ડિપોઝિટ લેવાય છે. 130 થી વધુ વિદ્યાર્થીઓ GPSC પાસ કરી ઓફિસર બન્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
પેટ્રોલ ડીઝલ ભાવ: ક્રૂડ તેલમાં તેજી, નવીનતમ રેટ જાણો.
કેરલમમાં આજે વી.ડી.સતીશન મુખ્યમંત્રી પદના લેશે શપથ, રાહુલ-ખરગે-પ્રિયંકા રહેશે હાજર
કેરળ વિધાનસભા ચૂંટણીમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)એ ઐતિહાસિક જીત મેળવી 140માંથી 102 બેઠકો જીતી નવી સરકાર બનાવી છે, જ્યારે Left Democratic Front (LDF)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.ડી.સતીશનએ તિરુવનંતપુરમમાં કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 21 સભ્યોના મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. સમારોહમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે સહિત અનેક વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા.
કેરલમમાં આજે વી.ડી.સતીશન મુખ્યમંત્રી પદના લેશે શપથ, રાહુલ-ખરગે-પ્રિયંકા રહેશે હાજર
🔥 યુપીનું બાંદા સૌથી ગરમ, 22 શહેરોમાં પારો 43°C પાર.
🌡️ રાજસ્થાન, MP સહિત 9 રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ. ઘણા જિલ્લાઓનું તાપમાન 45°C પાર કરશે. પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર પણ યલો એલર્ટ પર. UPના બાંદામાં 46.4°C, રાજસ્થાનમાં 45°C, MPમાં 44.5°C નોંધાયું. બિહારમાં ગરમીથી 27 વિદ્યાર્થીનીઓ બેભાન. આગામી બે દિવસ ગરમી યથાવત રહેશે.
🔥 યુપીનું બાંદા સૌથી ગરમ, 22 શહેરોમાં પારો 43°C પાર.
ટ્રેનમાં બંધ પેટીમાંથી મહિલાના ટુકડે-ટુકડાં મૃતદેહ મળ્યો.
બિહારના સાસારામ-પટણા ટ્રેનમાં આગ.
PM મોદી: ભારત-સ્વીડન લોકશાહીનો સહયોગ, આતંકવાદ સામે લડાઈ ચાલુ.
PM મોદી સ્વીડન મુલાકાતે. ગોથેનબર્ગમાં 'યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી'માં બોલ્યા, આતંકવાદ માનવતા માટે ખતરો છે, તેની સામે લડાઈ ચાલુ રાખીશું. ભારત-સ્વીડન જેવા લોકશાહી દેશોનો સહયોગ જરૂરી. પીએમ મોદીને સ્વીડનનું સર્વોચ્ચ સન્માન 'રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' મળ્યું. આ તેમનું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
PM મોદી: ભારત-સ્વીડન લોકશાહીનો સહયોગ, આતંકવાદ સામે લડાઈ ચાલુ.
TAT-S પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 25 મે સુધી વાંધા સૂચનો.
કલ્પસર ડેમ : PM મોદી ઐતિહાસિક ભવિષ્ય નિર્માણ કરશે.
PM મોદીના યુરોપ પ્રવાસમાં નેધરલેન્ડ સાથે ૧૭ કરાર થયા. તેમાં સેમીકન્ડક્ટર, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રન હાઈડ્રોજન, ઊર્જા, કૃષિ અને ટેક્નોલોજીનો સમાવેશ છે. ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબ માટે ટાટા અને ASML વચ્ચે સમજૂતી થઈ. આ ભારત-નેધરલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.
કલ્પસર ડેમ : PM મોદી ઐતિહાસિક ભવિષ્ય નિર્માણ કરશે.
વી.ડી. સતીશન કેરળના CM બનશે, 21 મંત્રીઓ સાથે શપથગ્રહણ.
વી.ડી. સતીશન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે 21 મંત્રીઓની આખી કેબિનેટ પણ શપથ લેશે. સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક રાજ્યોના CM હાજર રહેશે. UDF એ 140માંથી 102 બેઠકો જીતી રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર બનાવી છે.
વી.ડી. સતીશન કેરળના CM બનશે, 21 મંત્રીઓ સાથે શપથગ્રહણ.
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.માં મેગા જોબફેર-26 સંપન્ન
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.ના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિ.ના રવાલ કેમ્પસ ખાતે ભવ્ય મેગા જોબફેર-2026 યોજાયો હતો.જેમાં દેશ-વિદેશની પ્રતિષ્ઠિત 35 જેટલી કંપનીએ ભાગ લીધો હતો. જેમાં એપોલો ટાયર્સ, MRF, હિલ્ટી, RR કાબેલ, એક્સિસ બેંક,રિલાયન્સ જિયો, ટોરેન્ટ ફર્મા અને લુપિન જેવી નામાંકિત બ્રાન્ડ્સ રહી હતી. આ મેગા જોબફેરમાં ફર્મા, ઇન્ફેર્મેશન ટેકનોલોજી (IT),એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં કુલ 1000થી વધુ ખાલી જગ્યા 800થી વધુ સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.માં મેગા જોબફેર-26 સંપન્ન
ભરૂચના ઇખર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
આમોદના ઇખર સ્થિત હૉલમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન ઈન્ડિયા ચેપ્ટર (શિક્ષણ સમિતિ)તેમજ પ્રોગેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખર (યુ કે)કમિટીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.યુનુસભાઇ તલાટીએ હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેજસ્વી તારલાઓને મોમેન્ટો તેમજ રોકડ રકમ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ વક્તાઓએ સેમિનારમાં શિક્ષણ બાબતે હાજરજનોને અને વિશેષ કરીને વાલીઓને માહિતી આપી હતી. ભરૂચ વ્હોરા પટેલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલભાઇ પાદરવાળાએ પણ છાત્રોને શિક્ષણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
ભરૂચના ઇખર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા
રાજસ્થાનના બિવાલ પરિવારની બબાલ ગયા વર્ષે પાંચને એડમિશન મળ્યું તેમાંથી બે નીટ પહેલા અભ્યાસમાં સાવ નબળા હતાજયપુર: નીટ પેપર લીક મામલે સતત નવા ખુલાસા થઇ રહ્યા છે, આ સમગ્ર કાંડની શરૂઆત રાજસ્થાનથી થઇ હતી, અહીંયા એક બિવાલ પરિવારના ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. જેમણે પેપર લીક કરાવીને પોતાના જ સંતાનોને આપ્યા હતા. જોકે આ પરિવારના અગાઉ પાંચ લોકો નીટ પાસ કરીને કોલેજોમાં એડમિશન લઇ ચુક્યા છે, પણ અભ્યાસમાં તેઓ શૂન્ય છે.
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા
કચ્છના માધાપરમાં પાણી સમસ્યા.
માધાપર ગામમાં, જે સત્તાપક્ષનું ગઢ ગણાય છે, ત્યાં પાણીની ગંભીર સમસ્યાને કારણે લોકોમાં રોષ છે. જુનાવાસમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી નથી. ગ્રામજનો આક્ષેપ કરે છે કે નવાવાસ અને જુનાવાસ વચ્ચે સુવિધાઓમાં સ્પષ્ટ ભેદભાવ છે. ભાજપના શાસનમાં પણ પ્રાથમિક સમસ્યાનો ઉકેલ ન આવતાં અસંતોષ વધી રહ્યો છે.
કચ્છના માધાપરમાં પાણી સમસ્યા.
જામનગરમા બ્રાસ મેક ભારત-2027 ટ્રેડફેરનું સાંસદના હસ્તે લોન્ચીંગ.
જામનગર ફેકટરી ઓનર્સ એસેસીએશન દ્વારા આયોજિત બ્રાસ મેક ભારત–2027 ટ્રેડફેરનું લોન્ચીંગ સાંસદ પુનમબેન માડમના હસ્તે થયું. આ ટ્રેડફેર 18 થી 20 માર્ચ 2027 દરમિયાન મુંબઈમાં યોજાશે. ઉદ્યોગકારોને નવા ગ્રાહક, નિકાસ, ટેકનોલોજી અને બજારના ટ્રેન્ડસની માહિતી મળશે. MSME તથા અન્ય વિભાગોના સહયોગથી વેન્ડર ડેવલોપમેન્ટ, B2B મીટીંગ અને સેમિનારનું આયોજન કરાશે.
જામનગરમા બ્રાસ મેક ભારત-2027 ટ્રેડફેરનું સાંસદના હસ્તે લોન્ચીંગ.
માછીમાર આગેવાનોએ પ્રશ્નો અંગે મંત્રીને રજુઆત કરી.
પોરબંદર સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં માછીમાર સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજાઈ. અધિકારીઓ, બોટ એસોસિયેશન, ખારવા સમાજના આગેવાનો હાજર રહ્યા. રોજગાર, દરિયાઈ સુરક્ષા, બોટ વ્યવસાય અને સુવિધાઓ અંગે ચર્ચા થઈ. કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષા મજબૂત કરવા પર ભાર મૂકાયો. મંત્રીએ પ્રશ્નો સાંભળી નિરાકરણની ખાતરી આપી.
માછીમાર આગેવાનોએ પ્રશ્નો અંગે મંત્રીને રજુઆત કરી.
જોસેફ વિજયએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો
નવીદિલ્હી: દેશના તમામ રાજકારણીઓ પોતાની ખુરશી પર ટોવેલ લટકાવેલો રાખે છે. આ પ્રથા કોણે શરૃ કરી હતી એની ખબર નથી, પરંતુ રાજકારણીઓ જ નહીં. મંત્રાલયના અધિકારીઓ પણ ખુરશી પર ટોવેલ બીછાવેલો રાખે છે. આ બાબતે પર્યાવરણ ચળવળકર્તા લીકાઇપ્રીયા કાંગુજામએ તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયને આ 'ટોવેલ કલ્ચર'નો અંત લાવવા કહ્યું હતું. વિજયએ કોઈપણ પ્રકારની જાહેરાત વગર પોતાની ખુરશી પરનો ટોવેલ હટાવી દીધો છે. કાંગુજામએ સોશ્યલ મીડિયા એક્સ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જોસેફ વિજયએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ
- 50થી વધુ આઇએએસ-આઇપીએસની સરકારી સાંઠગાંઠનો આક્ષેપ- અધિકારીઓની જમીન પાસેથી રોડ પસાર કરવા પ્રોજેક્ટમાં ત્રણ વખત ફેરફાર, હવે રદ કરવા માગ ??ભોપાલ: શેરબજારની ભાષામાં જેને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય તેવું રાજકારણમાં પણ ચાલતું હોય છે, પણ બજારમાં રેગ્યુલેટરી ઓથોરિટી છે. જ્યારે અહીં તો રેગ્યુલેટરી પોતે જ શંકાના ઘેરામાં છે. મ.પ્ર.
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ
સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ કેસોમાં રેકોર્ડ ઘટાડો: 7 વર્ષમાં 250 થી 2 કેસ.
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની સઘન ડોર-ટુ-ડોર કામગીરી અને લોકોની જાગૃતિને કારણે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2019 માં 260 કેસથી ઘટીને 2026 માં માત્ર 2 કેસ નોંધાયા છે. આરોગ્ય ટીમો દ્વારા પાણીના પાત્રોની નિયમિત તપાસ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. લોકો પણ પોતાના ઘરની આસપાસ પાણી જમા ન થાય તે માટે સતર્ક બન્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ કેસોમાં રેકોર્ડ ઘટાડો: 7 વર્ષમાં 250 થી 2 કેસ.
પ્રતાપરા ગામમાં નવી પ્રાથમિક શાળા બનશે, બાળકોને સુવિધાઓ મળશે.
અમરેલી જિલ્લાના પ્રતાપપરા ગામે 1.27 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નવી પ્રાથમિક શાળા બનશે. રાજ્યના મંત્રી કૌશિક વેકારિયા દ્વારા ખાતમુહૂર્ત કરાયેલ આ શાળામાં વિશાળ વર્ગખંડો, પીવાના પાણી, સ્વચ્છતા અને રમતગમતની સુવિધાઓ હશે. આ શાળા પ્રતાપરા ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે.
પ્રતાપરા ગામમાં નવી પ્રાથમિક શાળા બનશે, બાળકોને સુવિધાઓ મળશે.
NEET પેપર લીક: 'ગેસ પેપર'ના સવાલો બીજા પ્રશ્નપત્ર સાથે પણ મેચ થયા.
NEET-UG-2026 પેપર લીક કેસમાં નવો ખુલાસો થયો છે કે, માત્ર એક પેપર જ નહીં, પ્રશ્નપત્રનો બીજો રિઝર્વ સેટ પણ લીક થયો હતો. આ રિઝર્વ સેટના પ્રશ્નો પણ 'ગેસ પેપર' (સંભવિત પ્રશ્નપત્ર)ના સવાલો સાથે મોટાભાગે મેળ ખાતા હતા. મુખ્ય આરોપીઓ આસિસ્ટન્ટ પ્રોફેસર પી.વી.કુલકર્ણી અને મનીષા ગુરુનાથ માંધરેએ મળીને આ ગેસ પેપર તૈયાર કર્યું હતું અને તેને અનેક રાજ્યોમાં વેચ્યું હતું.
NEET પેપર લીક: 'ગેસ પેપર'ના સવાલો બીજા પ્રશ્નપત્ર સાથે પણ મેચ થયા.
બુલેટ ટ્રેન માટે રેલ ટનલ: મુંબઈમાં 350 ટનનું 'કટર હેડ' ઉતારાયું.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઐતિહાસિક સિદ્ધિ: મુંબઈના વિક્રોલી શાફ્ટમાં 350 ટન અને 13.6 મીટર વ્યાસ ધરાવતું 'કટર હેડ' ઉતારવામાં આવ્યું. આ 3,000 ટન વજનના TBM મશીનનો ભાગ છે, જે 21 કિલોમીટર લાંબી ટનલ બનાવશે, જેમાં ભારતની પ્રથમ સમુદ્ર નીચેથી પસાર થતી રેલ ટનલનો પણ સમાવેશ છે.
બુલેટ ટ્રેન માટે રેલ ટનલ: મુંબઈમાં 350 ટનનું 'કટર હેડ' ઉતારાયું.
CBSE ધોરણ-12 પરિણામ વિવાદ.
CBSE Class 12 Result Controversy અંગે બોર્ડે તેની On-Screen Marking (OSM) સિસ્ટમનો બચાવ કર્યો, જે પારદર્શિતા સુધારવા શરૂ કરાઈ છે. ઓછા માર્ક્સ અને ભૂલોના આરોપો બાદ, શાળા શિક્ષણ સચિવે સ્પષ્ટતા કરી કે AI નો ઉપયોગ થયો નથી. વિદ્યાર્થીઓ સ્કેન કોપી મેળવી શકે છે અને Re-evaluation કરાવી શકે છે. જો માર્ક્સ વધશે તો ફી પરત મળશે. આ વર્ષે 13,000 આન્સર શીટમાં ભૂલો મળી હતી, જેને મેન્યુઅલી સુધારાઈ.
CBSE ધોરણ-12 પરિણામ વિવાદ.
ગાંગુલીએ રાહુલ દ્રવિડની કરિયર બચાવી હતી: પૂર્વ કેપ્ટનનો દાવો.
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડ અંગે મોટો ખુલાસો કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે દ્રવિડના વનડે ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટ પર પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા અને પસંદગીકારો તેમને ટીમમાંથી બહાર કરવાનો વિચાર કરી રહ્યા હતા. પરંતુ ગાંગુલીએ તેમનો સાથ ન છોડ્યો, કારણ કે જો તેમણે સાથ છોડ્યો હોત તો દ્રવિડની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત. તે સમયે ટીમને બેટિંગ કરી શકે તેવા વિકેટકીપરની જરૂર હતી, તેથી દ્રવિડને આ જવાબદારી સોંપાઈ હતી, જેનાથી ટીમ મિડલ ઓર્ડરમાં મજબૂત બની.
ગાંગુલીએ રાહુલ દ્રવિડની કરિયર બચાવી હતી: પૂર્વ કેપ્ટનનો દાવો.
અશ્વિનનું દબાણ અંગે દર્દ: કોહલીને સમર્થન.
વનડે વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીના ટેસ્ટ નિવૃત્તિ અંગેના નિવેદન પર રવિચંદ્રન અશ્વિને સહાનુભૂતિ વ્યક્ત કરી. અશ્વિને કહ્યું કે સિનિયર ખેલાડીઓ પર જે દબાણ આવે છે તે અસહ્ય હોય છે. કોહલીને પોતાની વેલ્યુ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે તેણે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે. મેં પણ મારા કરિયરમાં આ જ અનુભવ્યું હતું.
અશ્વિનનું દબાણ અંગે દર્દ: કોહલીને સમર્થન.
ખુરશી બચાવવાના તમામ દાવ ફેલ! UKના PM સ્ટાર્મર રાજીનામું આપવા તૈયાર.
UKના PM કીથ સ્ટાર્મર (Keir Starmer) આંતરિક વિખવાદ અને દબાણ હેઠળ રાજીનામું આપવા તૈયાર છે. "હાલની અરાજકતા અસહ્ય છે" તેમ સ્વીકારી, તેઓ સન્માનજનક રીતે સત્તા છોડવા માંગે છે. આ સમગ્ર વિવાદ પાછળ લેબર પાર્ટીના દિગ્ગજ નેતા એન્ડી બર્નહામ (Andy Burnham) નો હાથ હોવાનું મનાય છે. તેઓ મેકરફિલ્ડ (Makerfield) ની પેટાચૂંટણી દ્વારા વેસ્ટમિન્સ્ટર (સંસદ) માં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે.
ખુરશી બચાવવાના તમામ દાવ ફેલ! UKના PM સ્ટાર્મર રાજીનામું આપવા તૈયાર.
હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી.
હોર્મુઝ જળમાર્ગ બંધ થતાં ભારત પર અસર થઈ, પરંતુ 1000 વર્ષ જૂના મિત્ર રાષ્ટ્ર સિંગાપુરે મિત્રતા નિભાવી. એપ્રિલ-2026માં ભારતીય પ્રોડક્ટ્સની માંગમાં 180% નો વધારો થતાં, સિંગાપુર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું નિકાસ બજાર બન્યું છે. રિપોર્ટ મુજબ, હોર્મુઝ વિવાદ બાદ ભારતે એક્ટીવ મોડમાં આવી નિકાસ માર્ગ બદલવાના તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. આ જ કારણે એપ્રિલ-2026માં સંયુક્ત આરબ અમીરાત (UAE)ને પાછળ છોડી સિંગાપુર (Singapore) ભારત પાસેથી વધુમાં વધુ માલ ખરીદી રહ્યો છે.
હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી.
તેજસ MK-1A ફાઈટર જેટ ડિલિવરીમાં વિલંબ, વાયુસેના માટે ચિંતા.
ભારત તેની સંરક્ષણ પ્રણાલીને સતત અપગ્રેડ કરી રહ્યું છે. ફાઈટર જેટ, મિસાઈલ અને એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા માટે હજારો કરોડ ખર્ચાઈ રહ્યા છે. જોકે, ભારતીય વાયુસેનાની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. 180 Tejas MK-1A ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ છે. રડાર પરફોર્મન્સ અને અન્ય સિસ્ટમ સુધારાને કારણે મે મહિનાની રિવ્યૂ મીટિંગ જૂન 2026 સુધી ટળી ગઈ છે. આ બેઠક ડિલિવરીની ચોક્કસ તારીખ નક્કી કરશે. એન્જિન ડિલિવરીમાં વિલંબ પણ એક મુખ્ય કારણ છે. વાયુસેનાને 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત છે, પણ હાલમાં માત્ર 29 કાર્યરત છે.