બિહાર: સાસારામ-પટણા ટ્રેનમાં આગ, જાનહાનિ નહીં
બિહાર: સાસારામ-પટણા ટ્રેનમાં આગ, જાનહાનિ નહીં
Published on: 18th May, 2026

બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર ઉભેલી સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી. ટ્રેન સ્ટેશન પર હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. રેલ્વે પ્રશાસન અને ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી. તમામ મુસાફરો સુરક્ષિત છે.