રેલવેનું મોટું એલાન, મુસાફરોને મળશે 3 નવી ટ્રેનો
રેલવેનું મોટું એલાન, મુસાફરોને મળશે 3 નવી ટ્રેનો
Published on: 25th September, 2026

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર છે. રેલવે બોર્ડે મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 3 નવી ટ્રેન સેવાઓને મંજૂરી આપી છે. આ સાથે, 9 ટ્રેનો માટે નવા સ્ટોપેજ પણ બનાવવામાં આવશે, જેનાથી મુસાફરોને ઘણી સુવિધા મળશે. નવી ટ્રેનોમાં કાનપુર સેન્ટ્રલ-આનંદ વિહાર, પ્રતાપનગર-ટાંડા રોડ મેમૂ અને પુણે-બીડ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનો ક્યારે શરૂ થશે તેની માહિતી હજુ જાહેર કરાઈ નથી, પરંતુ ટિકિટ બુકિંગ નિયમિત પ્રક્રિયા મુજબ થશે.