Menu
પાટણ સ્ટેશને ચેન્નાઈ એક્સપ્રેસનું સ્ટોપેજ માટે માંગ: સાંસદ ડાભીએ રેલવે મંત્રીને કરી રજૂઆત, અઠવાડિયામાં 5 દિવસ પસાર થતી ટ્રેન
પાટણ સ્ટેશને ચેન્નાઈ એક્સપ્રેસનું સ્ટોપેજ માટે માંગ: સાંસદ ડાભીએ રેલવે મંત્રીને કરી રજૂઆત, અઠવાડિયામાં 5 દિવસ પસાર થતી ટ્રેન
Published on: 12th June, 2025

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે જેથી ભગતકી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એસએફ એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૬૨૬-૨૦૬૨૫)ને પાટણ રેલ્વે સ્ટેશન પર કાયમી સ્ટોપેજ આપવામાં આવે. આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ પાટણમાંથી પસાર થાય છે, જોકે હાલમાં ત્યાં સ્ટોપેજ નથી. સ્ટોપેજથી પાટણ અને આસપાસના હજારો નાગરિકોને મુસાફરીમાં સરળતા મળશે. સાંસદે રેલ્વે મંત્રીને તાત્કાલિક કાર્યવાહી માટે વિનંતી કરી છે.