જાંબુઘોડા-કણજીપાણી રોડનું FDR પદ્ધતિથી નવનિર્માણ
જાંબુઘોડા-કણજીપાણી રોડનું FDR પદ્ધતિથી નવનિર્માણ
Published on: 05th October, 2026

જાંબુઘોડાથી કણજીપાણી સુધીનો આશરે ચાર કિમીનો માર્ગ FDR (Full Depth Reclamation) પદ્ધતિથી નવિનીકરણ પામી રહ્યો છે, જેનાથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ખુશી છે. દોઢ કરોડથી વધુના ખર્ચે થતી આ કામગીરી પૂર્ણ થતાં વર્ષોથી બિસ્માર રસ્તાની સમસ્યા દૂર થશે. ભૂતકાળમાં સિહોદ બ્રિજ તૂટ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ વધ્યું હતું, જેના કારણે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ મંજૂરી મળતાં હવે અસરકારક કામગીરી શરૂ થઈ છે.