પંચમહાલમાં કેનાલોમાં પાણી ન મળતા ખેડૂતો ચિંતિત
પંચમહાલમાં કેનાલોમાં પાણી ન મળતા ખેડૂતો ચિંતિત
Published on: 05th October, 2026

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વિસ્તારોમાં પાનમ અને નર્મદા કેનાલોમાં સમયસર પાણી છોડવામાં ન આવતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ડાંગર સહિતના મહત્વના તબક્કામાં રહેલા પાકને સિંચાઈનું પાણી ન મળતાં તે સુકાઈ જવાની ભીતિ છે. અસરગ્રસ્ત ગામોના ખેડૂતો તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવા અને પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ અન્ય જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી રહ્યા છે, જેથી આર્થિક નુકસાનથી બચી શકાય.