નવસારીના ચીખલીમાં હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ લાભાર્થીઓને આવાસ મંજૂરી હુકમો એનાયત
નવસારીના ચીખલીમાં હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ લાભાર્થીઓને આવાસ મંજૂરી હુકમો એનાયત
Published on: 05th October, 2026

ચીખલી ખાતે હળપતિ ગૃહ નિર્માણ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના લાભાર્થીઓને આવાસ નિર્માણ માટે વહીવટી મંજૂરી હુકમો (વર્ક ઓર્ડર) વિતરણ કાર્યક્રમ યોજાયો. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, યોજના હેઠળ 605 આવાસો મંજૂર થયા છે અને લાભાર્થીઓને ₹1,70,000ની આર્થિક સહાય મળશે. તેમણે મળતી સહાયનો યોગ્ય ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત આવાસ બનાવવા અનુરોધ કર્યો. આ પ્રસંગે યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે હુકમો એનાયત કરાયા.