મહેસાણા ગ્રામ્યની આશરે 30.12 હેક્ટર ગૌચર જમીન ભારતમાલા રોડમાં જશે
મહેસાણા ગ્રામ્યની આશરે 30.12 હેક્ટર ગૌચર જમીન ભારતમાલા રોડમાં જશે
Published on: 15th March, 2026

મહેસાણા જિલ્લાના 3 તાલુકાઓમાંથી પસાર થનાર ભારતમાલા ગ્રીનફ્લ્ડિ એક્સપ્રેસ હાઈવેમાં 30.1269 હેક્ટર ગૌચર સહિતની સરકારી જમીન વપરાશે. જેમાં મહેસાણા અને ઊંઝા તાલુકાના 12 ગામોની 16.7530 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે, જેમાં 8.1188 હેક્ટર ગૌચર જમીન પણ જશે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ્ ઇન્ડિયા કાર્યવાહી કરશે.