મેંદરડામાં દારૂનો મોટો જથ્થો પકડાયો: વાલમ ચોકમાંથી 1.58 લાખનો વિદેશી દારૂ જપ્ત, આરોપી ફરાર
Published on: 12th June, 2025
મેંદરડા પોલીસે વાલમ ચોક વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. રેડ પૃથ્વીરાજ દેસુરભાઇ વાળાના મકાન પાસે પડતર મકાનમાં કરવામાં આવી હતી, જેમાં રૂ. 1,58,950 કિંમતનો દારૂનો મુદ્દામાલ જપ્ત થયો છે. આ કાર્યવાહી જૂનાગઢ રેન્જના IGP નિલેશ જાંજડીયા અને SP સુબોધ ઓડેદરાના નિર્દેશ પર વિસાવદર DYSP રોહિતકુમાર ડાગર અને મેદરડા PI એસ.એન. સોનારાની ટીમે સફળતાપૂર્વક કરી. PI એસ.એન. સોનારા સહિત પોલીસ કર્મચારીઓનું મહત્વપૂર્ણ યોગદાન હતું. આરોપી ફરાર છે અને તેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

Published at: June 12, 2025
Read More at દિવ્ય ભાસ્કર