મોઢેરા ચોકડી પર લારી-ગલ્લા ઉભા રાખવા પર પ્રતિબંધ
મોઢેરા ચોકડી પર લારી-ગલ્લા ઉભા રાખવા પર પ્રતિબંધ
Published on: 26th September, 2026

મહેસાણાના મોઢેરા ચોકડી અને તેના સંબંધિત માર્ગો પર ટ્રાફ્કિ સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને ધ્યાનમાં રાખીને, તંત્રએ તેને 'નો વેન્ડિંગ ઝોન' જાહેર કર્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ, મોઢેરા ચાર રસ્તાથી નુગર રોડ સુધી અને પૂજન કોમ્પ્લેક્ષથી મોઢેરા સર્કલ સુધીના માર્ગ પર લારી-ગલ્લા કે પાથરણા ઉભા રાખી શકાશે નહીં. આ 90 દિવસીય પ્રતિબંધ 22.9.2026 થી 21.12.2026 સુધી અમલમાં રહેશે. જાહેર સુખાકારી અને કાયદો-વ્યવસ્થા જાળવવા આ નિર્ણય લેવાયો છે.