વકીલનો દાવો: PMOમાં નોકરીના નામે રોહન સાથે થયેલી છેતરપિંડી
વકીલનો દાવો: PMOમાં નોકરીના નામે રોહન સાથે થયેલી છેતરપિંડી
Published on: 09th September, 2026

મુંબઈના ખારના રહીશ રોહન અને તેના બોડીગાર્ડને ૧૧મી સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મળ્યા છે. રોહન ત્યાં વાગ્દત્તા માટે પરફ્યૂમ લેવા આવ્યો હતો અને તેને પીએમઓમાં નોકરી અપાઈ હોવાના નામે છેતરવામાં આવ્યો છે તેવી દલીલ રોહનના વકીલ દ્વારા રિમાન્ડ અરજી વખતે કરવામાં આવી હતી. મેથેમેટિક્સ સાથે બીએસસી થયેલા રોહનને પીએમઓમાં નોકરીની ઓફરનો ઈમેઈલ મળ્યો હતો, જે ખરેખર એક બોગસ ઓફર લેટર હતો. વકીલના જણાવ્યા મુજબ, રોહન પોતે છેતરપિંડીનો ભોગ બન્યો છે અને તેને પીએમઓમાં ફરજ ના નામે છેતરવામાં આવ્યો હતો.