ખેડા જિલ્લામાં ફૂડ વિભાગની કાર્યવાહી
ખેડા જિલ્લામાં ફૂડ વિભાગની કાર્યવાહી
Published on: 21st August, 2026

ખેડા જિલ્લામાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટલો, રેસ્ટોરન્ટ અને હોસ્ટેલોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન, અનેક સ્થળોએ ભારે અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ ખોરાક મળ્યો. ખેડા-ધોળકા હાઈવે પર ત્રણ હોટલો, નડિયાદ શહેરમાં બે રેસ્ટોરન્ટ અને પ્રાઇમ ગર્લ્સ હોસ્ટેલને સ્વચ્છતાના અભાવે તથા બિનઆરોગ્યપ્રદ ખોરાક બદલ સીલ કરવામાં આવી. આ કાર્યવાહીથી ખાદ્ય સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.