'બે કલાકમાં અડધો કલાક ગટરનું દૂષિત પાણી': રેફરલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, હેરિટેજ વિસ્તારના રહીશોની વ્યથા.
'બે કલાકમાં અડધો કલાક ગટરનું દૂષિત પાણી': રેફરલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, હેરિટેજ વિસ્તારના રહીશોની વ્યથા.
Published on: 16th April, 2026

અમદાવાદ ખાડિયા વિસ્તાર, જે ભાજપનો ગઢ ગણાય છે, ત્યાં પાણીની સમસ્યા યથાવત છે. દૂષિત પાણી, ગટરની સમસ્યા અને ટ્રાફિકથી લોકો પરેશાન છે. નવી રેફરલ હોસ્પિટલમાં ECG, એક્સ-રે જેવી સુવિધાઓનો અભાવ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોર્પોરેટરો ધ્યાન આપતા નથી. સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે અને માધુબાગની હાલત પણ ખરાબ છે. ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ વધી ગઈ છે. ભાજપ દ્વારા વિકાસમાં 50-50 જેવું છે.