જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા
Published on: 17th September, 2026

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજાલ્તામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સૂત્રો અનુસાર, આ બંને આતંકવાદીઓ પાકિસ્તાની હોવાની અને કાશ્મીર ટાઈગર્સ (KT) અથવા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા હોવાની આશંકા છે. મજાલ્તા ગાઢ જંગલ અને પહાડી વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળી રહી હતી. રાત્રે શંકાસ્પદ લોકોની અવરજવરની માહિતી મળતા સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો.