Menu
ChatGPT ખરેખર સ્ટુડન્સ માટે છે હાનિકારક ? સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો
ChatGPT ખરેખર સ્ટુડન્સ માટે છે હાનિકારક ? સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો
Published on: 20th June, 2025

ટેક્નોલોજી અને AI ટૂલ્સ જેમ કે ChatGPTએ જીવનને સરળ બનાવ્યા છે, પરંતુ તાજેતરના એક સ્ટડીમાં જોવા મળ્યું છે કે આ ટૂલ્સ લોકોના, ખાસ કરીને વિદ્યાર્થીઓના મગજની સક્રિયતાને ઓછું કરીને તેમની વિચારવાની ક્ષમતા ઘટાડે છે. MIT મિડીયા લેબના સંશોધનમાં 54 વિદ્યાર્થીઓને ત્રણ જૂથોમાં વહેંચીને ChatGPT વડે નિબંધ લખવા માટે કહેવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન સંશોધકોએ ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રાફી દ્વારા વિદ્યાર્થીઓમાં મગજની પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું. ChatGPTનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓમાં મગજની એક્ટિવિટી ઓછા સ્તરે જોવા મળી, જેનાથી સાબિત થયું છે કે ChatGPT અને અન્ય કોઈ AI ટૂલ્સ બાળકોની યાદ શક્તિ અને સ્વતંત્ર વિચારણાને અસરગ્રસ્ત કરી રહ્યું છે. AI ટૂલ્સના વધતા ઉપયોગથી બાળકોનું માઇન્ડ ઓછી રીતે કામ કરે છે.