ગ્લેશિયર તૂટવાથી આવતા પૂરમાં મોતના મામલે ભારત ટોચ પર
ગ્લેશિયર તૂટવાથી આવતા પૂરમાં મોતના મામલે ભારત ટોચ પર
Published on: 29th August, 2026

હિંદુકુશ હિમાલય (HKH) ક્ષેત્રમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) એટલે કે હિમનદીની તળાવ ફાટવાની ઘટનાઓમાં સૌથી વધુ મોત ભારતમાં નોંધાયા છે. 1835 થી 2025 સુધીના આંકડા મુજબ, GLOFની કુલ ઘટનાઓની સંખ્યામાં ભારત 62 ઘટનાઓ સાથે ત્રીજા સ્થાને છે, પરંતુ માનવ જાનહાનિના મામલે તે સમગ્ર ક્ષેત્રમાં ટોચ પર છે. ભારતમાં આવી હોનારતોને કારણે 6119 લોકોના મોત થયા છે, જે અન્ય દેશોની તુલનાએ સૌથી વધુ છે. ચીન અને પાકિસ્તાનમાં વધુ ઘટનાઓ બની છે, પરંતુ જાનહાનિ ઓછી થઈ છે.