'મૈં સમય હૂં' : 80ના દાયકાના ભારતના રંગો અને વાસ્તવિકતા
'મૈં સમય હૂં' : 80ના દાયકાના ભારતના રંગો અને વાસ્તવિકતા
Published on: 16th September, 2026

આજકાલ સોશિયલ મીડિયા પર 1980ના દાયકાની ફિલ્ટર્ડ તસવીરોનો ટ્રેન્ડ છે, ત્યારે તે સમયના ભારત વિશે વિચારવું રસપ્રદ છે. મોબાઈલ, ઇન્ટરનેટ વગરનું એ વિશ્વ, દૂરદર્શનના કાર્યક્રમો, 'હમ લોગ' અને 'રામાયણ' જેવી સિરિયલો, 'એક દુજે કે લિયે' જેવી ફિલ્મો, કેસેટ ક્રાંતિ, 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ, મારુતિ-800ની શરૂઆત, અને વિજ્ઞાન-અંતરિક્ષ ક્ષેત્રે થયેલી પ્રગતિએ તેને એક ખાસ દાયકો બનાવ્યો. રાજકીય ઉથલપાથલ, ઉગ્રવાદ, અને ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર ઘટનાઓ પણ આ સમયગાળાનો ભાગ હતી.