RAC મુસાફરોને રેલવેની મોટી ભેટ!
RAC મુસાફરોને રેલવેની મોટી ભેટ!
Published on: 06th August, 2026

ભારતીય રેલવેએ AC કોચમાં મુસાફરી કરતા RAC (Reservation Against Cancellation) મુસાફરોને મોટી રાહત આપી છે. હવે RAC ટિકિટ ધરાવતા મુસાફરોને પણ બેડરોલ કીટ આપવામાં આવશે, જેનો લાંબા સમયથી તેમને લાભ મળતો ન હતો. અત્યાર સુધી, RAC મુસાફરોને માત્ર અડધી બર્થ મળતી હતી અને તેમને પોતાની ચાદર-ધાબળા સાથે લાવવા પડતા હતા, જે મુશ્કેલીભર્યું હતું. નવા નિયમ મુજબ, તેમને પણ કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોની જેમ તમામ સુવિધાઓ મળશે. આ નિર્ણયથી હજારો મુસાફરોની રાત્રિની મુસાફરી વધુ આરામદાયક બનશે.