BCCIનો કડક નિયમ: ટીમ ઈન્ડિયા ખેલાડીઓની ફિટનેસ માટે હવે ફક્ત એક જ માપદંડ
BCCIનો કડક નિયમ: ટીમ ઈન્ડિયા ખેલાડીઓની ફિટનેસ માટે હવે ફક્ત એક જ માપદંડ
Published on: 06th August, 2026

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વારંવારની ઈજાઓને કારણે BCCI હવે ફિટનેસ નિયમોમાં કડકાઈ લાવી રહ્યું છે. બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સની મેડિકલ ટીમ ફિટનેસ પ્રોગ્રામ સુધારવા પર કામ કરી રહી છે. હવે દરેક ખેલાડી માટે ફિટનેસ પેરામીટર્સ સ્ટેન્ડર્ડાઈઝ કરવામાં આવ્યા છે. નબળી ફિટનેસને ઈજાઓનું મુખ્ય કારણ ગણી, નવા સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ એડ્રિયન લેરુક્સે ફિટનેસ ટેસ્ટિંગ ડ્રિલ્સમાં ફેરફાર કર્યો છે. યો-યો ટેસ્ટને બદલે બ્રોન્કો ટેસ્ટને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.