GSRTC કોરોના વોરિયર્સના પરિવારોને ૨૫ લાખની સહાય!
GSRTC કોરોના વોરિયર્સના પરિવારોને ૨૫ લાખની સહાય!
Published on: 21st July, 2026

કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવતાં જીવ ગુમાવનારા GSRTCના ૧૧૫ કર્મચારીઓના પરિવારોને ₹૨૫ લાખની એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે. ૨૭ જુલાઈના રોજ ગાંધીનગરમાં આર્થિક સહાયના ચેકનું વિતરણ યોજાશે. આ પહેલ હેઠળ કુલ ₹૨૮.૭૫ કરોડની સહાય પૂરી પડશે. GSRTCના ડ્રાઇવરો, કંડક્ટરો અને મિકેનિકો સહિત ૧૧૫ કર્મચારીઓએ કોવિડ-૧૯ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હતા. આ કર્મચારીઓને 'કોરોના વોરિયર' ગણીને તેમના વારસદારોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે, જે પ્રશંસનીય છે.