પુણેમાં 21 હજાર પાણીપુરીનો ઉપયોગ કરી 13 ફૂટ ઊંચા ગણપતિ બાપ્પાની ભવ્ય મૂર્તિ બનાવાઈ.
પુણેમાં 21 હજાર પાણીપુરીનો ઉપયોગ કરી 13 ફૂટ ઊંચા ગણપતિ બાપ્પાની ભવ્ય મૂર્તિ બનાવાઈ.
Published on: 15th September, 2026

ગણેશોત્સવ નિમિત્તે પુણેમાં 'ગણેશ ભેળ' દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ફર્ગ્યુસન રોડ પર, 21 હજાર પાણીપુરીની પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 11 ફૂટ પહોળી ગણપતિ બાપ્પાની મૂર્તિ તૈયાર કરાઈ છે. આ પર્યાવરણને અનુકૂળ મૂર્તિ ચોથા વર્ષે પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. અગાઉ નમકીન અને અમેરિકન પુરીનો ઉપયોગ કરાયો હતો. આ સર્જનાત્મક અને પર્યાવરણપ્રેમી મૂર્તિ ભક્તિ, કલા અને પ્રકૃતિ પ્રેમનો અદભૂત સમન્વય દર્શાવે છે.