Indian Air Force કયા દેશ પાસેથી ખરીદશે ફાઇટર જેટ?
Published on: 07th July, 2025
ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવા માટે પાંચમી પેઢીના સુપર એડવાન્સ્ડ ફાઇટર જેટ ખરીદવાની તૈયારી ચાલી રહી છે. રશિયા અને અમેરિકા બંને દેશોએ ભારતને તેમના ફાઇટર જેટ્સ ઓફર કર્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાના છે. ભારત સ્વદેશી ફાઇટર જેટ AMCA બનાવી રહ્યું છે, પરંતુ તેને વાયુસેનામાં સામેલ થવામાં સમય લાગી શકે છે. અમેરિકાએ ભારતને તેનું F-35 ફાઇટર જેટ ઓફર કર્યું છે, જ્યારે રશિયાએ Su-57 સ્ટીલ્થ જેટનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય વાયુસેના કયા દેશને પસંદ કરે છે.

Published at: July 07, 2025
Read More at સંદેશ