પશ્ચિમ બંગાળના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો
પશ્ચિમ બંગાળના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો
Published on: 09th August, 2026

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના હલિશહરમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો. TMC કાર્યકર્તાના પરિવારજનોને મળવા જઈ રહેલા મમતા બેનરજીના કાફલાને પ્રદર્શનકારીઓએ રોકી, તેમની ગાડી પર કાદવ, પાણીની બોટલો અને જૂતા-ચંપલ ફેંક્યા. આક્રોશિત ટોળાએ મમતા બેનરજી વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા. પોલીસે સુરક્ષા વચ્ચે તેમને બહાર કાઢ્યા. આ ઘટના TMC કાર્યકર્તાના મોત બાદ બની, જેમાં મૃતકના પરિવારે પોલીસ પર કસ્ટડીમાં મારપીટ કરી હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.