શું 2029થી જૂના વાહનો ભંગાર થઈ જશે?
કેન્દ્ર સરકાર એપ્રિલ 2029 થી સમગ્ર દેશમાં નવા 'ભારત સ્ટેજ 7' (BS-VII) ઉત્સર્જન નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ નિયમોનો મુખ્ય હેતુ વાહનોથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે. જોકે, હાલમાં BS-VI કે તેથી જૂના વાહનો ચલાવતા લોકો માટે રાહતના સમાચાર છે, કારણ કે તેમના વાહનો પર કોઈ પ્રતિબંધ નહીં આવે. આ નિયમો 2029 થી 2035 દરમિયાન તબક્કાવાર લાગુ કરાશે.
