રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સિક્કિમના રાજ્યપાલ તરીકે દુષ્યંત ગૌતમની નિમણૂક પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. તેમણે અંકિતા ભંડારી હત્યા કેસની CBI તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નિમણૂક સ્થગિત રાખવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, રાજ્યપાલ બન્યા બાદ દુષ્યંત ગૌતમ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી અટકી જશે, જે ન્યાય પ્રક્રિયાને અવરોધશે.
